08 ઓક્ટોબરે કોનું ભાગ્ય ખુલશે? જાણો 12 રાશિનું ભવિષ્ય

મેષ : તમારી મહેનત, અનુભવ, આવડત અને બુદ્ધિથી અટકેલા કામનો ઉકેલ લાવી શકશો. વાણીમાં મીઠાશ રાખવાથી કામકાજમાં સરળતા વધશે.
વૃષભ : દિવસભર કામકાજ અને દોડધામ રહેશે, છતાં મનને શાંતિ અને રાહતનો અનુભવ નહીં થાય. ઘર-પરિવારની ચિંતા સતાવી શકે છે.
મિથુન : કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ, સહકર્મીઓ અને કર્મચારીઓનો સહયોગ મળશે. અડોશ-પડોશમાં થતા વાદ-વિવાદથી સાવધાન રહેવું.
કર્ક : પારિવારિક કામકાજ માટે દોડધામ, મહેનત અને ખર્ચ થઈ શકે છે. બેંક, વીમા કંપની અને શેરબજાર સંબંધિત કામકાજ થઈ શકે છે.
સિંહ : તમારા અગત્યના કામો ધીમે-ધીમે ઉકેલાતા જશે. રાજકીય અથવા સરકારી કામકાજમાં પ્રગતિ થશે. મિલન-મુલાકાતના પ્રસંગો પણ બનશે.
કન્યા : કામકાજમાં કોઈને કોઈ અડચણ કે મુશ્કેલી આવી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં ઉતાવળ ન કરવી. ખર્ચ વધવાની શક્યતા છે.
તુલા : તમારા કામની કદર અને પ્રશંસા થતાં ઉત્સાહ વધશે. સીઝનલ ધંધામાં અચાનક ગ્રાહકી વધવાથી લાભ અને ફાયદો થઈ શકે છે.
વૃશ્ચિક : પોતાના કામની સાથે પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રો સંબંધિત કામ માટે પણ દોડધામ રહેશે. મહેનત બાદ કામનો ઉકેલ મળી શકે છે.
ધન : નોકરી-ધંધા સંબંધિત કામ માટે બહારગામ જવાનું આયોજન બની શકે છે. અગત્યના કામ અંગે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે.
મકર : સીઝનલ અથવા વાયરલ બીમારીથી સાવધ રહેવું. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં પ્રતિકૂળતા અનુભવાઈ શકે છે.
કુંભ : સંસ્થાકીય અને જાહેરક્ષેત્રના કામકાજમાં સાવધાની રાખવી. ઈચ્છિત વ્યક્તિ સાથે વાદ-વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
મીન : સીઝનલ ધંધામાં જરૂર કરતાં વધુ માલનો સ્ટોક ન કરવો. ગ્રાહકોની પસંદગી અને માંગનું ધ્યાન રાખવું. અચાનક ખર્ચ કે ખરીદી થઈ શકે છે.

