Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The money problem of these 4 zodiac signs will be removed

4 ઓક્ટોબરે મહાલક્ષ્મી રાજયોગ! આ 4 રાશિઓની પૈસાની તકલીફ થશે દૂર, બનશે ધનલાભના યોગ

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
4 ઓક્ટોબરે મહાલક્ષ્મી રાજયોગ! આ 4 રાશિઓની પૈસાની તકલીફ થશે દૂર, બનશે ધનલાભના યોગ
સોર્સ : gstv

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થયો છે છે. તારીખ 4 ઓક્ટોબર 2026 ના રોજ સવારે 6 વાગ્યેને 31 મિનિટે ચંદ્ર મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં અગાઉથી જ મંગળ અને ગુરુની સ્થિતિ રહેલી છે. આ સ્થિતિમાં ચંદ્ર અને મંગળનો સંયોગ થશે, જેને જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર-મંગળ યોગ અથવા મહાલક્ષ્મી રાજયોગ કહેવામાં આવે છે. આ જ સમયગાળા દરમિયાન ચંદ્રની ગુરુ સાથે યુતિ થવાથી ગજકેસરી રાજયોગ પણ બનશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ યોગોની આર્થિક બાબતો, નોકરી અને વેપાર પર સકારાત્મક અસરો જોવા મળી શકે છે.

App Store

મંગળ અને ચંદ્રની યુતિનું મહત્ત્વ

ચંદ્રને મન અને ભાવનાઓનો કારક માનવામાં આવે છે, જ્યારે મંગળ ઊર્જા, સાહસ અને પરાક્રમ સાથે જોડાયેલા ગ્રહ છે. આ બંનેની યુતિને ધન અને આર્થિક પ્રગતિ સાથે જોડીને જોવામાં આવે છે. તારીખ 4 ઓક્ટોબર 2026 ના રોજ સવારે શરૂ થઈને આ યોગ તારીખ 6 ઓક્ટોબર રાત્રે 10 વાગ્યેને 17 મિનિટ સુધી કર્ક રાશિમાં રહેશે. જ્યોતિષમાં મંગળને કર્ક રાશિમાં નીચ સ્થિતિમાં ગણવામાં આવે છે, પરંતુ ચંદ્ર સાથે યુતિ થવાથી તેનો નીચત્વ ભંગ થાય છે, જેને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

વૃષભ અને કર્ક રાશિ પર પ્રભાવ

વૃષભ રાશિના જાતકો માટે આ યોગ આર્થિક બાબતોમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. કામકાજમાં આગળ વધવાની નવી તકો મળશે અને લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. બીજી તરફ, કર્ક રાશિમાં જ આ યુતિ બનતી હોવાથી આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી મળી શકે છે અને વેપારીઓ માટે નવી યોજનાઓ પર કામ કરવાનો આ ઉત્તમ સમય સાબિત થઈ શકે છે.

તુલા અને મીન રાશિને મળશે વિશેષ લાભ

તુલા રાશિના જાતકો માટે આવક અને કારકિર્દીના ક્ષેત્રે નવા રસ્તા ખુલશે તેમજ જૂના આર્થિક દબાણથી રાહત મળશે. મીન રાશિના જાતકો માટે આ સમય રચનાત્મક અને આર્થિક બંને દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ રહેશે. નોકરી કે વેપારમાં નવા વિચારો પર કામ કરવાના અવસર મળશે અને વધારાની આવકના સ્ત્રોત બનવાની પૂરી શક્યતા છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati News