એક હાથથી આપ્યું ને બીજા હાથને ખબર પણ ન પડી: ભક્તે મંદિરમાં 121 કિલો સોનું ધર્યું!

એક હાથથી આપ્યું ને બીજા હાથને ખબર પણ ન પડી: ભક્તે મંદિરમાં 121 કિલો સોનું ધર્યું!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આંધ્ર પ્રદેશના તિરુમલામાં આવેલા ભગવાન વેંકટેશ્વર સ્વામી પ્રત્યે ભક્તોની ખૂબ જ ઊંડી આસ્થા છે. શ્રદ્ધાળુઓ પોતાની આવક અને સંપત્તિનો અમુક ભાગ ભગવાનને દાન કરીને મન્નત પૂરી થવા બદલ આભાર માને છે. આ દરમિયાન એક અજાણ્યા ભક્તે ભગવાન બાલાજીને આપેલું દાન આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. ચેન્નઈના એક NRI બિઝનેસમેને ભગવાન વેંકટેશ્વર સ્વામીને 121 કિલો સોનાનાં ઘરેણાં દાનમાં આપ્યાં છે, જેની કિંમત અંદાજિત ₹140 થી ₹150 કરોડ માનવામાં આવે છે.

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના ઇતિહાસમાં કોઈ એક ભક્ત તરફથી આટલા મોટા પ્રમાણમાં સોનાનાં ઘરેણાં દાનમાં આપવાનો આ પહેલો બનાવ છે. જોકે, અહીં આશ્ચર્યજનક વાત એ છે કે બિઝનેસમેને પોતાની ઓળખ સાર્વજનિક ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

જાહેરાત

121 કિલો સોનાથી તૈયાર કરેલાં 46 પ્રકારનાં આભૂષણ

આ દાનમાં કુલ 121 કિલો સોનાનાં 46 આભૂષણ તૈયાર કરવામાં આવ્યાં છે; જેમાં ભગવાનનો મુગટ, ભુજકીર્તિ, શંખ-ચક્ર, કમરપટ્ટો અને અભય હસ્ત જેવાં ઘરેણાંનો સમાવેશ થાય છે. આ તમામને નવ અલગ-અલગ સેટમાં તૈયાર કરવામાં આવ્યાં છે. કહેવાય છે કે આભૂષણો બનાવવામાં TTDના અધિકારીઓની સલાહ અને આગમ શાસ્ત્રના નિયમોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આમને તૈયાર કરવામાં 15 મહિનાનો સમય લાગ્યો હતો. સોનાની વર્તમાન કિંમતના આધારે આ ઘરેણાંની કુલ કિંમત ₹140 થી ₹150 કરોડ રૂપિયા વચ્ચે આંકવામાં આવી રહી છે.

ભગવાનને આપ્યો વ્યવસાયમાં પ્રગતિનો શ્રેય

દાન આપનાર NRI બિઝનેસમેનનું માનવું છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીના આશીર્વાદથી જ તેમના વ્યવસાયમાં પ્રગતિ થઈ છે. આ જ કારણે તેમણે પોતાની કંપનીના નફાનો અમુક ભાગ ભગવાનને સોનાનાં આભૂષણોના રૂપે સમર્પિત કરવાનો નિર્ણય લીધો. બિઝનેસમેને દાનનો પ્રચાર ન થાય તે માટે પોતાની ઓળખ ગોપનીય રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત