વર્ષની પ્રથમ માસિક કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે આવશે? જાણો તારીખ અને શુભ મુહૂર્ત
માસીક કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ દિવસને શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવા

માસીક કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ દિવસને શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ માસિક જન્માષ્ટમી વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત અને પૂજા કરવાથી વ્યક્તિના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય આ દિવસે જીવનમાં સકારાત્મકતા પણ આવે છે.
આ પણ વાંચો: ક્યારે ઉજવાશે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર, શું છે આ ખાસ દિવસનું મહત્ત્વ?
વર્ષની પ્રથમ માસીક કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે?
હિંદુ વૈદિક કેલેન્ડર મુજબ, વર્ષના પ્રથમ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 21 જાન્યુઆરીએ સવારે 12:39 વાગ્યે શરૂ થશે. અ તિથી બીજા દિવસે 22 જાન્યુઆરીએ બપોરે 3:18 કલાકે પૂરી થશે. જે મુજબ 21મી જાન્યુઆરીના રોજ માસિક જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવશે.
માસિક કૃષ્ણ જન્માષ્ટમી પૂજાનો શુભ સમય
પૌરાણિક કથાઓ અનુસાર, શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12:00 વાગ્યે થયો હતો. પંચાંગ અનુસાર માસિક કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે પૂજાનો શુભ સમય સવારે 12:06થી 12:59 સુધીનો રહેશે. આવી સ્થિતિમાં ભક્તોને પૂજા માટે કુલ 53 મિનિટનો સમય મળશે.
શ્રી કૃષ્ણ પૂજા મંત્ર
- ॐ कृष्णाय नमः
- हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे । हरे राम हरे राम राम राम हरे हरे ।।
- ॐ श्री कृष्णः शरणं ममः
- ॐ देव्किनन्दनाय विधमहे वासुदेवाय धीमहि तन्नो कृष्ण:प्रचोदयात
- ॐ नमो भगवते तस्मै कृष्णाया कुण्ठमेधसे। सर्वव्याधि विनाशाय प्रभो माममृतं कृधि।।
- ॐ नमो भगवते श्री गोविन्दाय ।
માસીક કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર માસિક કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે વ્રત અને પૂજા કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે આ દિવસે કૃષ્ણની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








