6 કે 7 સપ્ટેમ્બર ક્યારે છે ગણેશ ચતુર્થી? જાણો ગણપતિની સ્થાપના માટેનું શુભ મુહૂર્ત
ગણેશ ચતુર્થીને ગણેશ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 10 દિવસીય ગણેશ ઉત્સવ મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં ગણે

ગણેશ ચતુર્થીને ગણેશ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 10 દિવસીય ગણેશ ઉત્સવ મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચૌદશે સમાપ્ત થાય છે.
હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ બુધવારે થયો હતો. આ કારણોસર, દર વર્ષે ગણેશ ચતુર્થી અથવા ગણેશ જયંતિ ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે અને તેની પૂજા કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 6 સપ્ટેમ્બરે છે કે 7 સપ્ટેમ્બરે તેવા મંતમંતાર થઈ રહ્યા છે તો જાણીએ ગણેશ ચતુર્થીની તારીખ પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય.
ગણેશ ચતુર્થી ક્યારે છે?
પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીની સાચી તિથિ માટે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૂર્યોદયના સમયે હોવી જોઈએ. જે તારીખે ચતુર્થી સૂર્યોદય સમયે આવે છે તે તારીખે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. જો આ આધારે જોવામાં આવે તો આ વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 03:01 વાગ્યાથી 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:37 વાગ્યા સુધી રહેશે.
ગણેશ ચતુર્થી 2024 પૂજાનો શુભ સમય
7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી માટે પૂજાનો સમય સવારે 11:03થી બપોરે 01:34 સુધી.
અભિજીત મુહૂર્તમાં ગણપતિની સ્થાપના
ગણેશ ચતુર્થીના દિવસે, તમારે અભિજીત મુહૂર્તમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. ઘટ અને મૂર્તિ સ્થાપન માટે આ સમય સારો માનવામાં આવે છે. તે દિવસે અભિજીત મુહૂર્ત સવારે 11:54થી 12:44 સુધી છે.
ગણેશ ચતુર્થી પૂજા રવિ અને બ્રહ્મયોગમાં થશે
આ વર્ષે ગણેશ ચતુર્થીએ રવિ અને બ્રહ્મ યોગમાં પૂજા થશે. ચતુર્થીના દિવસે રવિ યોગ સવારે 06:02થી 12:34 સુધી છે, જ્યારે બ્રહ્મ યોગ સવારે 11:17 સુધી છે.
ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર ન જુઓ
ગણેશ ચતુર્થીના દિવસે ભાદરવાની વિનાયક ચતુર્થી છે. આ દિવસે ચંદ્ર ન જોવો જોઈએ. જો તમે આવું કરશો તો તમારા પર ખોટો કલંક લાગી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ પર રત્ન ચોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેની કથા ચતુર્થી સાથે સંબંધિત છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








