સાપ્તાહિક રાશિકળઃ જાણો 6થી 12 જુલાઈ 2026 દરમિયાન તમારૂ રાશિ ભવિષ્ય

06થી 12 જુલાઈ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ, કંઈક કરવાની તમન્ના રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે સ્વભાવમાં ધીરજ અને વાતચીત કરવામાં આતુરતા ન દાખવી.
મેષ
તમારે અંગત કે વ્યવસાયી વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ રાખવી ઈચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા અને તેટલી જ અપેક્ષાઓ રાખવી હિતાવહ છે.
વૃષભ
કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે. કોઈને પણ વણમાંગી સલાહ ન આપવી કે બિનજરૂરી દલીલ ન કરવી.
મિથુન
તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો, ખોટા વિચાર ન આવે તેનું ધ્યાન રાખવું.
કર્ક
કામકાજનું ભારણ હોવા છતાં તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી પણ થઈ શકે. નાણાંનું આયોજન યોગ્ય રાખવું હિતાવહ છે.
સિંહ
વાતચીત કે કામકાજ દરમિયાન તમારે ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
કન્યા
કામકાજમાં તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, નવો અનુભવ સુખદ રહે.
તુલા
તમારા કામકાજ અને વિચારોમાં સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે.
વૃશ્ચિક
કોઈની પણ સાથે વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ કે કામ ટાળવાની વૃત્તિ વધુ જોવા મળે.
ધન
તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય અને ખુશીનો અનુભવ પણ થાય.
મકર
કોઈ મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે, ધીરજ રાખવી હિતાવહ છે.
કુંભ
તમારા કોઈ કાર્યમાં તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે, હિતશત્રુ હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપટથી દૂર રહેવું, ખોટા ખર્ચથી બચવું સમય અને નાણાંનું આયોજન રાખવું ઇચ્છનીય છે.
મીન
તમારા સ્વભાવ અને વિચારોને કારણે તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે, જેનો સંતોષ પણ અનુભવાય.

