VIDEO: શુક્ર અને શનિએ બનાવ્યો શુભ ષડાષ્ટક યોગ, આ 5 રાશિઓને થશે મોટો ફાયદો
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ અને તેમની વચ્ચે બનતા દ્રષ્ટિકોણનું વિશેષ મહત્વ હોય છે. દ્રિક પંચાંગ પ્રમણે આજે, 23 જુલાઈ, 2026ના રોજ ધન, વૈભવ અને સૌંદર્યના કારક શુક્ર અને ન્યાયપ્રેમી તથા કર્મનું ફળ આપનાર શનિ એકબીજાથી 150 ડિગ્રીના અંતરે આવીને ષડાષ્ટક દ્રષ્ટિ યોગ બન્યો છે.
સામાન્ય રીતે ષડાષ્ટક યોગને પડકારજનક માનવામાં આવે છે, પરંતુ શુક્ર અને શનિ પરસ્પર પરમ મિત્ર ગ્રહ હોવાથી, આ ખાસ ષડાષ્ટક યોગ ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે.
વૃષભ રાશિ
શુક્ર વૃષભ રાશિના સ્વામી છે. શનિ સાથે મિત્રવત દ્રષ્ટિ યોગથી અચાનક ધન લાભના યોગ બનશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી તકો મળી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓ અને વાહન-સંપત્તિના યોગ મજબૂત થશે.
મિથુન રાશિ
તમારા લાંબા સમયથી અટકેલા કામ ગતિ પકડશે. વ્યવસાયિક યાત્રાઓ લાભદાયી સાબિત થશે. શનિની કૃપાથી તમને કિસ્મતનો સાથ મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે.
તુલા રાશિ
તુલા રાશિના સ્વામી શુક્ર હોવાના કારણે શનિનો શુભ પ્રભાવ તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે. તમને સહકર્મચારીઓનો સહયોગ મળશે અને મોટા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ થશે.
મકર રાશિ
મકર શનિની સ્વરાશિ હોવાના કારણે શુક્ર-શનિનો આ સંબંધ મકર રાશિના જાતકોને પૈતૃક સંપત્તિમાંથી લાભ અપાવી શકે છે. પારિવારિક જીવનમાં મધુરતા આવશે અને માનસિક તણાવ દૂર થશે.
કુંભ રાશિ
કુંભ રાશિ પર શનિનો પ્રભાવ શુક્ર સાથે મળીને સર્જનાત્મક કાર્યોમાં મોટી સફળતા આપશે. આ સમય શેરબજાર અથવા નવો બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ રહેશે.
ષડાષ્ટક યોગ દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબતો
ભલે આ યોગ મિત્ર ગ્રહો વચ્ચે બની રહી છે, પરંતુ શનિનો પ્રભાવ શિસ્તની માંગ કરે છે. આ સમય દરમિયાન ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો અને પ્રામાણિકતા સાથે પોતાના કર્મો પર ધ્યાન કેન્દ્રિત કરો.

