Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion / Venus is weak in Kundli? Plant these 3 plants at home, the financial crisis will be removed!

Religion/ કુંડળીમાં શુક્ર નબળો છે? ઘરમાં વાવો આ 3 છોડ, આર્થિક તંગી થશે દૂર!

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Religion/ કુંડળીમાં શુક્ર નબળો છે? ઘરમાં વાવો આ 3 છોડ, આર્થિક તંગી થશે દૂર!
સોર્સ : GSTV

શુક્રને સુંદરતા, ભૌતિક સુખ-સુવિધા, સંપત્તિ, પ્રેમ અને વૈવાહિક જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં શુક્ર મજબૂત હોય તો સુખ-સમૃદ્ધિ, આરામ અને નાણાકીય સ્થિરતા મળે છે, જેથી વૈવાહિક જીવન પણ સુખી બને છે.

App Store

જોકે, કુંડળીમાં શુક્ર નબળો હોય તો ફાલતુ ખર્ચ (ઉડાઉપણું), નાણાકીય તંગી અને દંપતી વચ્ચે તણાવ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં શુક્ર ગ્રહને મજબૂત કરવો જરૂરી બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચોક્કસ છોડ વાવવાથી શુક્ર ગ્રહ બળવાન થાય છે અને સાથે જ માં લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે શુક્રને મજબૂત કરવા માટે કયા છોડ વાવવા જોઈએ.

નબળા શુક્રના લક્ષણો

  • કુંડળીમાં શુક્ર નબળો હોય તો ભૌતિક સુખ-સુવિધાઓમાં ઘટાડો થાય છે તથા ગાડી, મકાન કે વસ્ત્રો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

  • શુક્રની સ્થિતિ નબળી હોવાથી લગ્નમાં વિલંબ કે અડચણો આવી શકે છે.

  • સારી આવક હોવા છતાં ઘરમાં પૈસા ટકતા ન હોય અને બિનજરૂરી ખર્ચ વધતા હોય, તો તે નબળા શુક્રનું લક્ષણ હોઈ શકે છે.

જો તમને આવાં લક્ષણો જણાતાં હોય, તો અનુભવી જ્યોતિષીની સલાહ લઈને યોગ્ય ઉપાય કરવા જોઈએ. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અમુક ખાસ છોડ લગાવીને પણ શુભ પરિણામો મેળવી શકાય છે.

1. દાડમનો છોડ

કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત કરવા માટે તમે ઘરમાં દાડમનો છોડ વાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ દાડમનો છોડ ઘરની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં વાવવો અત્યંત શુભ ગણાય છે. યોગ્ય દિશામાં આ છોડ લગાવવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને સંપત્તિ સંબંધિત વ્યવહારોમાં પણ સારા લાભની શક્યતા વધે છે.

2. તુલસીનો છોડ

વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો સંબંધ પણ શુક્ર ગ્રહ સાથે માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને તેમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં તુલસીનો છોડ વાવવો દરેક રીતે કલ્યાણકારી છે. શુક્રના શુભ પ્રભાવ માટે તુલસીનો છોડ દક્ષિણ-પૂર્વ દિશામાં મૂકીને તેની રોજ નિયમિત પૂજા-અર્ચના કરવી જોઈએ. આનાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

3. ગુલાબનો છોડ

ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં ગુલાબનો છોડ વાવવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની ઊર્જામાં સંતુલન જળવાય છે અને શુક્ર ગ્રહના આશીર્વાદ મળે છે. આ સિવાય દર શુક્રવારે માં લક્ષ્મીને તાજાં ગુલાબના પુષ્પ અર્પણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.