Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Worshiping these 4 plants in Shravan is of special importance for happiness and prosperity!

Religion/ જીવનમાં મુશ્કેલીઓ તમને સતાવી રહી છે? સુખ-સમૃદ્ધિ માટે શ્રાવણમાં આ 4 છોડની પૂજાનું છે વિશેષ મહત્વ!

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Religion/ જીવનમાં મુશ્કેલીઓ તમને સતાવી રહી છે? સુખ-સમૃદ્ધિ માટે શ્રાવણમાં આ 4 છોડની પૂજાનું છે વિશેષ મહત્વ!
સોર્સ : GSTV

સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ સમગ્ર મહિનો ભગવાન શિવની ભક્તિ, આરાધના અને ઉપાસના માટે સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

App Store

આ પવિત્ર માસમાં શિવજીનો જલાભિષેક કરવો અત્યંત શુભ ગણાય છે. શ્રાવણમાં મહાદેવને જળ અર્પણ કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ જ કારણે શ્રાવણ દરમિયાન શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાની સાથે-સાથે તેમના પ્રિય છોડની પૂજા કરવાથી પણ ઉત્તમ પરિણામો મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસોમાં કેટલાક ખાસ છોડની પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ તેમજ શાંતિનો વાસ થાય છે. દૃક પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રાવણ મહિનો ૩૦ જુલાઈથી શરૂ થઈને ૨૮ ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે. તો ચાલો જાણીએ કે શ્રાવણ માસમાં કયા છોડની પૂજા કરવી ફળદાયી નીવડે છે.

શ્રાવણમાં આ પવિત્ર છોડની પૂજા કરો:

  • બિલીપત્ર: સનાતન ધર્મમાં બિલીપત્રનું ધાર્મિક દૃષ્ટિએ ઘણું મોટું મહત્વ છે. શિવપૂજામાં બિલીપત્ર અનિવાર્ય ગણાય છે. એવી માન્યતા છે કે શ્રાવણમાં શિવજીની પૂજા કર્યા બાદ જો બિલીના વૃક્ષની પૂજા કરવામાં આવે, તો મહાદેવ ત્વરિત પ્રસન્ન થાય છે. બિલીના વૃક્ષની પૂજા કરવાથી ત્રિદેવ—બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સંયુક્ત પૂજા કર્યા જેટલું પુણ્ય મળે છે.

  • શમી: શ્રાવણ માસમાં શમીના છોડની પૂજા કરવાથી પણ ભગવાન શિવના આશીર્વાદ મળે છે. આ છોડ ઘરના વાસ્તુદોષને પણ દૂર કરે છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુએ શમીનો છોડ લગાવીને તેની નિયમિત પૂજા કરવી જોઈએ. આનાથી શિવજીની કૃપા તો વરસે જ છે, સાથે જ શનિની સાડાસાતી અને ધૈય્યાના પ્રકોપમાંથી પણ મુક્તિ મળે છે.

  • આકડો (આક/મદાર): શ્રાવણ મહિનામાં ઘરની આસપાસ રહેલા આકડાના છોડની પૂજા કરવાથી જીવનમાં શુભતા આવે છે. એવું માનવામાં આવે છે કે આ છોડમાં સ્વયં શિવજીનો વાસ હોય છે. આ દિવસોમાં આકડાના છોડની પૂજા કરવાથી ઘરમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિ વધે છે.

  • તુલસી: સનાતન ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લક્ષ્મીજીના પ્રતીક સમાન તુલસી ક્યારાની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં તેમનો કાયમી વાસ થાય છે, જેનાથી આર્થિક તંગી દૂર થાય છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.