નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સફળતા મેળવવા માટે ફટકડીનો આ રીતે કરો ઉપયોગ
વાસ્તુશાસ્ત્રમાં અનેક પ્રકારની વસ્તુઓ અને ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ ત

વાસ્તુશાસ્ત્રમાં અનેક પ્રકારની વસ્તુઓ અને ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ તો આવે જ છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ જળવાઈ રહે છે.
ઘરમાં સકારાત્મક ઉર્જાને કારણે લોકો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે. બીજી તરફ નકારાત્મક ઉર્જા ઘરમાં પરેશાનીઓ, આર્થિક સમસ્યાઓ અને રોગોનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી ઘરગથ્થુ વસ્તુઓ છે જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહે છે. ફટકડી એ ઉપાયોમાંથી એક છે. ફટકડી એક એવો સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ ઘરેલું ઉપાય છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો. વાસ્તુ નિષ્ણાતોના મતે, ફટકડીનો ઉપયોગ કરીને કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી શકો છો.
ફટકડી સંબંધિત વાસ્તુ ઉપાયો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ફટકડીનો ટુકડો કાળા કપડામાં બાંધીને ઘરના મુખ્ય દ્વાર ઉપર લટકાવી દો. આ ઉપાય ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકાવશે.
એક દીવામાં થોડું સરસવનું તેલ અને ફટકડીનો ટુકડો નાખીને પ્રગટાવો. આ દીવાને આખા ઘરમાં ફેરવો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં અને સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ મળશે.
ફટકડીને પીસીને પાવડર બનાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણા અને દરવાજા પાસે પાવડર છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
જો તમે તમારા ઘરમાં સુખ-શાંતિ ઈચ્છો છો અને સમૃદ્ધિ પણ જાળવી રાખવા માંગો છો, તો તમે બજારમાંથી ફટકડીનું યંત્ર ખરીદી શકો છો અને તેને ઘરમાં રાખી શકો છો.
ફટકડીના ટુકડાને એક ડોલ પાણીમાં આખી રાત પલાળી રાખો. બીજા દિવસે આ પાણીથી આખા ઘરને લૂછી નાખો. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે.
ફટકડીનો ટુકડો લાલ કપડામાં બાંધીને પર્સમાં કે તિજોરીમાં રાખવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. આ સાથે તમને આર્થિક લાભ પણ મળશે.
જો તમને ડરામણા સપના આવે છે, તો ફટકડીનો ટુકડો બાંધો અને તેને તમારા ઓશિકા પાસે રાખો. તેનાથી ખરાબ સપના દૂર થઈ જશે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








