મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તારીખ 10 જૂન, 2024નું રાશિફળ, આ રાશિ જાતકોના યશ-પદ-ધનમાં વધારો થશે

મેષ : ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ તો ઘરની ચિંતા આપને સતાવ્યા કરે. કામકાજમાં મન લાગે નહી

આજનું તારીખ 10 જૂન, 2024નું રાશિફળ, આ રાશિ જાતકોના યશ-પદ-ધનમાં વધારો થશે
  મેષ : ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ તો ઘરની ચિંતા આપને સતાવ્યા કરે. કામકાજમાં મન લાગે નહીં.   વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી કામ કરવાનો આનંદ આવે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.   મિથુન : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક અને ખર્ચ બન્ને રહે.   કર્ક : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.   સિંહ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. ખર્ચ જણાય.   કન્યા : આપની દોડધામ-શ્રમમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય. આપના કામમાં આકસ્મિક સરળતા મળી જાય. સંતાનથી હર્ષ-લાભ રહે.   તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.   વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.   ધન : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. નાણાકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.   મકર : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવે.   કુંભ : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. પરંતુ સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.   મીન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પહેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ-સહકાર મળી રહે.

આ સમાચાર શેર કરો