મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ધન રાશિના જાતકોને યશ અને પદવીમાં થઈ શકે છે વધારો, જાણો આજનું 20 ઓગસ્ટનું રાશિફળ

મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો સમયસર ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે. વૃષભ : આપના કામમાં

ધન રાશિના જાતકોને યશ અને પદવીમાં થઈ શકે છે વધારો, જાણો આજનું 20 ઓગસ્ટનું રાશિફળ

મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો સમયસર ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા મળી રહે.

મિથુન : જેમ દિવસ પસાર થાય તેમ આપના કાર્યમાં સાનુકૂળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે બહાર જવાનું બને.

કર્ક : આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. બેન્કના,વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે.

સિંહ : આપના કાર્યમાં અન્યનો સાથ સહકાર મળી રહે. રાજકીય સરકારી, ખાતાકીય કામમાં આપને સાનુકૂળતા મળી રહે.

કન્યા : આપના કાર્યની સાથે સહકર્મીનું કામ આવી જતાં, બીજું કોઈ કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય, વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.

વૃશ્ચિક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ-ઉત્સાહ અનુભવાય. ભાઈભાંડુનો સાથ-સહકાર રહે.

મકર : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આવક જણાય.

કુંભ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.

મીન : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. રાજકીય સરકારી-ખાતાકીય કામમાં સંભાળવું.

આ સમાચાર શેર કરો