મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તારીખ 25-6 -2024, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોને પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમા વ્યસ્ત રહેવું પડે. ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગનું કામકાજ ર

આજનું તારીખ 25-6 -2024, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોને પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમા વ્યસ્ત રહેવું પડે. ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગનું કામકાજ રહે.

વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે.

મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ -ખર્ચ જણાય.

કર્ક : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલકાતમાં આપને સાનુકૂળતા મળી રહે. મહત્વના નિર્ણય લેવાના હોયતો લઈ શકાય.

સિંહ : આપના કાર્યમાં ઈર્ષ્યા કરનાર વર્ગ-હરિફવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષ-મોસાળપક્ષના કામમાં વ્યસ્ત રહેવું પડે.

કન્યા : આપની બુદ્વિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો મળી રહે.

તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની-મિત્રવર્ગની ચિંતા રહે.

વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. નોકર-ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસ કરે.

ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક-સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જાય.

મકર : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામામાં આપે ઉતાવળ કરવી નહીં, નાની-ભૂલ ના લીધે આપના કામમાં રૂકાવટ -વિલંબ જણાય.

કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેના કામ ન થવાની ઉચાટ-ઉદ્વેગ રહે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડનો અનુભવ થાય.

મીન :  આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ થાય.

આ સમાચાર શેર કરો