જન્મ કુંડળીમાં આ પ્રકારની યુતિ ખૂબ ધન આપે છે
કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ યોગ કારક ગ્રહ અને ધનેશની યુતિ ખૂબ ચમત્કારિક પરિણામ આપે છે. જે જાતકો

કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ
યોગ કારક ગ્રહ અને ધનેશની યુતિ ખૂબ ચમત્કારિક પરિણામ આપે છે. જે જાતકોની કુંડળીમાં આ પ્રકારની યુતિ હોય તેઓ મોટું પદ અને ધન ભોગવે છે.
1) વૃષભ લગ્નમાં બુધ અને શનિની યુતિ હોય તો તે જાતક ધનવાન અને પ્રભાવશાળી બને છે.
2) કર્ક લગ્નમાં સૂર્ય અને મંગળની યુતિ હોય તે જાતક મોટું પદ અને ધન પ્રાપ્ત કરે છે.
3) સિંહ લગ્નમાં બુધ અને મંગળની યુતિ હોય તો તે જાતક ધનવાન અને પ્રતિષ્ઠાવાન બને છે.
4) તુલા લગ્નમાં મંગળ અને શનિની યુતિ બને તો તે જાતક ધનવાન બને છે અને ઊચું પદ ભોગેવે છે.
7) મકર લગ્નમાં શનિ અને શુક્રની યુતિ બને તો તે જાતક ધનવાન અને પાવરફૂલ બને છે.
8 ) કુંભ લગ્નમાં શુક્ર અને ગુરુની યુતિ રચાય તો તે જાતક પૈસાદાર અને ઇજ્જતદાર બને છે.
*ઉપરોક્ત યુતિ જન્મ કુંડળીના કયા સ્થાનમાં બને છે તે મુજબ ધનમાં વૃદ્ધિ અને કમી આવી શકે. આ યુતિ સપ્તમ સ્થાનમાં બને તો બેસ્ટ. પણ તેના અમુક નેગેટીવ ફળ પણ મળે. જેમ કે કર્ક લગ્નમાં સપ્તમ સ્થાનમાં મંગળ અને સૂર્યની યુતિ સપ્તમ સ્થાનમાં બને તો જાતક અતિ ધનવાન બને પણ તેનું વૈવાહિક જીવન બરબાદ થઈ જાય. આમ જ્યોતિષશાસ્ત્રના અનેક શેડ્સ છે. જે ગ્રહયોગ અમુક બાબતમાં ખૂબ સારા ફળ આપતો હોય તે તમુક બાબતમાં ખરાબ ફળ આપતો હોય તેમ પણ બને.








