મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તુલસી વિવાહનો આ સરળ ઉપાય દામ્પત્ય જીવનની દરેક સમસ્યા કરશે દૂર

હિંદુ ધર્મમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને બધાનું પોતપોતાનું મહત્વ છે પરંતુ

તુલસી વિવાહનો આ સરળ ઉપાય દામ્પત્ય જીવનની દરેક સમસ્યા કરશે દૂર

હિંદુ ધર્મમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને બધાનું પોતપોતાનું મહત્વ છે પરંતુ તુલસી વિવાહને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે દર વર્ષે કારતક સુદ એકાદશીએ ઉજવવામાં આવે છે. એકાદશીનું વ્રત આ દિવસે રાખવામાં આવે છે અને તુલસી વિવાહ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી વ્યક્તિને કન્યા દાન જેટલું પુણ્ય મળે છે.

આ વર્ષે તુલસી વિવાહ ૧૩ નવેમ્બરે ઉજવવામાં આવશે.

આ પણ વાંચો: જાણો મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રનું મહત્ત્વ, તેનો પાઠ કરવાથી થાય છે ઘણા ફાયદા

તુલસી વિવાહ તારીખ: 13 નવેમ્બર 2024 
કારતક મહિનાની અગિયારસ તિથિ આરંભ: 12 નવેમ્બરે સાંજે 4.04 વાગ્યે શરૂ થશે
કારતક મહિનાની અગિયારસ તિથિ સમાપ્ત: 13 નવેમ્બરે બપોરે 1:01 વાગ્યે

જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યા છે અથવા લગ્નની કોઈ શક્યતા નથી, તો તમે તુલસી વિવાહના દિવસે કેટલાક ખાસ ઉપાયો અપનાવી શકો છો, તો આજે અમે તમને આ લેખ દ્વારા આ ઉપાયો વિશે માહિતી આપી રહ્યા છીએ. 

તુલસી વિવાહના કરો આસાન ઉપાય:

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યા હોય તો તુલસી વિવાહના દિવસે પતિ-પત્નીએ પવિત્ર નદીમાં અવશ્ય સ્નાન કરવું જોઈએ. જો આ શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગા જળ ભેળવીને ઘરે સ્નાન કરો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ દૂર થાય છે.

આ પણ વાંચો: મહિલાઓએ રાત્રે સૂતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું, બધા દુ:ખોનો થશે નાશ 

આ સિવાય તુલસી વિવાહના દિવસે તુલસીના પાનને ચોખ્ખા પાણીમાં નાખીને થોડો સમય રાખો. ત્યાર બાદ આ પાણીને આખા ઘરમાં છાંટો. આમ કરવાથી સકારાત્મકતા ફેલાય છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે.  

આ સિવાય જે લોકો જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે અથવા લગ્નમાં આવતા અવરોધો દૂર કરવા ઈચ્છે છે તેમણે દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ અને દેવી તુલસીના વિવાહ કરાવો. આ પછી દેવી માતાને લાલ સાડી ચઢાવો અને તમારી પ્રાર્થના કરો. આમ કરવાથી લગ્નની તકો બને છે અને અવરોધો પણ દૂર થાય છે.

ડિસક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો