9 માર્ચ 2025, રવિવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે દોડધામ
મેષ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દેશ-પરદેશના કામ

મેષ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દેશ-પરદેશના કામકાજમાં આપને સાનુકુળતા રહે.
વૃષભ : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં લાભ ફાયદો રહે.
મિથુન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. મુલાકાત થઇ શકે.
કર્ક : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરો. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
સિંહ : પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહેતાં આપના દોડધામ શ્રમમાં ઘટાડો જણાય. વાણીની મીઠાશથી લાભ જણાય.
કન્યા : દિવસ દરમ્યાન ઘર-પરિવાર-સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ શ્રમ અનુભવાય.
તુલા : યાત્રા પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ થાય. જૂના સ્વજન સ્નેહી મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થઇ જાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
ધન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ સહકાર મળી રહે.
મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય. ખર્ચ ખરીદી જણાય.
કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ ફાયદો રહે.
મીન : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહે. નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા રહે.








