7 ફેબ્રુઆરી 2025, શુક્રવારનું રાશિફળ, તમારા માટે કેવો રહેશે દિવસ
મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા રહે. સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે દોડધ

મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા રહે. સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે દોડધામ- ખર્ચ જણાય.
વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન: રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવી. ખર્ચ-ખરીદી જણાય.
કર્ક : આપના કામનો એક પછી એક ઉકેલ આવતાં આપને રાહત થતી જાય. પરદેશના કામ થઈ શકે. સંતાનની ચિંતા રહે.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ જણાય.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામની મિલન-મુલાકાત થઈ શકે.
તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
વૃશ્રિક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સરકારી કામ અંગે મુલાકાત થાય.
ધન : આપના કાર્યની સાથે અન્ય સહકર્મીનું કામ આવી જતા, બીજું કાંઈ કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
મકર : આપની બુધ્ધિ- મહેનત-અનુભવ આવડતના આધારે, આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.
કુંભ : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં રૂકાવટ રહે.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.








