મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મિથુન રાશિના જાતકોને વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, જાણો તમારું આજનું 13 સપ્ટેમ્બરનું રાશિફળ

તા.૧૩-૦૯-૨૦૨૪ આજનું રાશિફળઆજનું નક્ષત્ર:- પૂર્વાષાઢા ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિ

મિથુન રાશિના જાતકોને વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, જાણો તમારું આજનું 13 સપ્ટેમ્બરનું રાશિફળ

તા.૧૩-૦૯-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- પૂર્વાષાઢા 

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિ:
નાના અંતરની યાત્રા પર જવાનું  થઈ શકે છે. 
લોખંડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
પરિવાર સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે. 

વૃષભ રાશિ:
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. પ્રોપર્ટીને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. 
આકસ્મિક ધન લાભ થઇ શકે છે. 
પાચનને લગતી સમસ્યા થઇ શકે છે. 

મિથુન રાશિ:
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 
નાના ભાઈ બહેનનો સાથ-સહકાર મળશે. 

કર્ક રાશિ:
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે. 
મોટાભાઈ બહેનનો સાથ સહકાર મળશે. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
કફજન્ય  રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી. 

સિંહ રાશિ:
કેમિકલના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
નાણાંનું રોકાણ કરવું હિતાવહ નથી. 
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોને વધારે સમય આપવો પડશે. 
વાહન ચલાવતા સાચવવું.


કન્યા રાશિ:
કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
પારિવારિક સુખ સારું રહેશે.
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

તુલા રાશિ:
જમીનની ખરીદી થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
મોટા ભાઈ બહેન સાથે સમય વીતશે.    
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઇ શકે છે. 

વૃશ્ચિક રાશિ:
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદ ની પ્રાપ્તિ થઇ શકે છે. 
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
આવકના માર્ગ માં અવરોધ આવી શકે છે. 

ધન રાશિ:
અતિમાનસિક વિચારોના કારણે મન અશાંત રહેશે. 
કાર્ય સ્થળ પર ઉત્તર-ચડાવ ની સ્થિતિ રહેશે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
ભાગ્યનો સાથ-સહકાર મળશે. 

મકર રાશિ:
આર્થિક લાભનું પ્રમાણ સારું રહેશે 
મિત્રો સાથે સમય વીતશે. 
કોર્ટકેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. 
જમીનને લગતા કાર્ય કાળજી પૂર્વક કરવા. 

કુંભ રાશિ:
વાહનની ખરીદી થઇ શકે છે. 
અનૈતિક કાર્યથી દૂર રહેવું. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને ધન લાભ થશે. 

મીન રાશિ:
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભ થશે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
વ્યાપારના નિર્ણય યોગ્ય માર્ગદર્શન લઇ કરવા. 
વિદેશથી ધન લાભ થઇ શકે છે.

આ સમાચાર શેર કરો