મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આઠમા નોરતે બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

30 માર્ચથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને સમાપન 6 એપ્રિલ, મહાનવમીના દિવસે થશે. ચૈત્ર નવરાત્રિની મહાઅષ્

આઠમા નોરતે બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

30 માર્ચથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને સમાપન 6 એપ્રિલ, મહાનવમીના દિવસે થશે. ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી આ વખતે 5 એપ્રિલ, શનિવારે મનાવવામાં આવશે. આ દિવસે માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર આ વખતે મહાઅષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કેમ કે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ભદ્રવાસ યોગ અને સુકર્મા યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ તમામ યોગના કારણે ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. જેના કારણે અમુક રાશિઓને લાભ થવા જઈ રહ્યો છે.

મેષ

મેષ રાશિના જાતકો માટે મહાઅષ્ટમીનો દિવસ અત્યંત શુભ રહેશે. આ ખાસ સંયોગના કારણે તેમને સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વેપારથી જોડાયેલા લોકો માટે આ સમય પ્રગતિ અને સફળતા લઈને આવશે.

કર્ક

કર્ક રાશિના જાતકોને ઉત્તમ નોકરી મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તેમને સન્માન અને ઉચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે. આ શુભ યોગના પ્રભાવથી પારિવારિક જીવનમાં સામંજસ્ય અને શાંતિ રહેશે, સાથે જ સહકર્મચારીઓનો પૂરો સહયોગ મળશે.

કન્યા

બિઝનેસથી જોડાયેલા લોકોને પોતાના કામના કારણે મુસાફરી કરવી પડી શકે છે જે તેમના વેપાર માટે લાભદાયી સાબિત થશે. કુલ મળીને આ સમય વેપારીઓ માટે ખૂબ અનુકૂળ રહેશે. તેમને રોકાણની નવી તક પણ પ્રાપ્ત થશે.

મીન 

મીન રાશિના જાતકોને અત્યારે સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા મળશે. વેપારીઓ માટે આ સમય આર્થિક લાભ લઈને આવશે. નોકરિયાત લોકો માટે આ શુભ યોગ કોઈ વરદાનથી ઓછો નથી. માતા રાનીની કૃપાથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો