મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

રસોડાના આ વાસ્તુ નિયમોનું ખાસ રાખજો ધ્યાન, થઈ શકે છે મોટું નુકસાન

વાસ્તુશાસ્ત્રમાં ઘરના નિર્માણ અને વસ્તુઓની જાળવણી અંગે ઘણા નિયમો આપવામાં આવ્યા છે. જો ઘરમાં વાસ

રસોડાના આ વાસ્તુ નિયમોનું ખાસ રાખજો ધ્યાન, થઈ શકે છે મોટું નુકસાન

વાસ્તુશાસ્ત્રમાં ઘરના નિર્માણ અને વસ્તુઓની જાળવણી અંગે ઘણા નિયમો આપવામાં આવ્યા છે.  જો ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન થયું હોય તો નકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે, જેની અસર ઘરમાં રહેનારાના જીવન પર પણ પડે છે. રસોડા સાથે સંબંધિત ઘણા વાસ્તુ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું પાલન કરીને વાસ્તુ દોષથી બચી શકાય છે. રસોડામાં અમુક વસ્તુઓની હાજરી નકારાત્મક ઉર્જા અને મૂંઝવણનું કારણ બની શકે છે. જો તમારા રસોડામાં આ વસ્તુઓ છે તો આજે જ ફેંકી દો.

આ પણ વાંચોઃ ઘર બનાવતા કે ખરીદતા વાસ્તુના આ 6 નિયમોનું ધ્યાન રાખો, જીવનમાં થશે પ્રગતિ

રસોડાની વાસ્તુ ટિપ્સ

કેટલાક લોકોને રસોડામાં દવાઓ રાખવાની આદત હોય છે.  ઘરના રસોડામાં દવાઓ રાખવાથી ઘરના સભ્યોને ખાસ કરીને માથા સંબંધિત સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.  તેથી રસોડામાં દવાઓ ન રાખો.

ગંદકી નકારાત્મક ઉર્જાનું કારણ બને

રસોડાની ગંદકી નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. એટલે દિવસે તેમજ રાત્રે રસોડામાં ક્યારેય પણ એંઠા વાસણો ન રાખવા જોઈએ. આખી રાત રસોડામાં એંઠા વાસણો રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. અને તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે.

બાંધેલા લોટ લાંબો સમય ના રાખો 

બાંધેલા લોટને લાંબા સમય સુધી રસોડામાં ન રાખવો જોઈએ. આખી રાત ફ્રિજ અથવા રસોડામાં બાંધેલા લોટને રાખવાથી રાહુ અને શનિની ખરાબ અસર થાય છે અને નકારાત્મક ઉર્જા પણ વધે છે.

તૂટેલા વાસણો ના રાખો 

ઘરના રસોડામાં તૂટેલા વાસણો ન રાખવા જોઈએ.  તૂટેલા વાસણોનો ઉપયોગ કરવાથી તમારા ભાગ્ય પર તાળું લાગી શકે છે અને ચાલી રહેલ કામ પણ બગડી શકે છે.

અરીસો લગાવવાથી ઘરની સુખ શાંતિ છીનવાઈ શકે 

કેટલાક લોકો તેમના રસોડાને સજાવવા માટે અરીસાનો ઉપયોગ કરે છે. રસોડામાં સ્થાપિત કાચનો અરીસો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે.  રસોડામાં અરીસો લગાવવાથી ઘરની સુખ શાંતિ છીનવાઈ શકે છે.

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો