મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સૂતી વખતે ઓશિકા નીચે રાખો આ 10 વસ્તુઓ, રાતોરાત બદલાઈ શકે છે તમારું નસીબ

જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂતી વખતે ઓશિકા નીચે કેટલીક વસ્તુઓ રાખવાથી સકારાત્મક

સૂતી વખતે ઓશિકા નીચે રાખો આ 10 વસ્તુઓ, રાતોરાત બદલાઈ શકે છે તમારું નસીબ

જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂતી વખતે ઓશિકા નીચે કેટલીક વસ્તુઓ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. આ સાથે બેડરૂમમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ વસ્તુઓ રાખવાથી મન શાંત થાય છે, સારી ઊંઘ આવે છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

ઓશિકા નીચે વરિયાળી, લસણ, કપૂર, મોરપીંછ, લીલી એલચી, લવિંગ, મગની દાળ, તુલસીના પાન, એક રૂપિયાનો સિક્કો વગેરે વસ્તુઓ રાખીને સૂવાના ઘણા ફાયદા થાય છે.  ચાલો જાણીએ કે કઈ 10 શુભ વસ્તુઓ સૌભાગ્ય લાવે છે.

પાણીનું વાસણ: તમારા ઓશિકા પાસે પાણી ભરેલ તાંબાનું વાસણ રાખો અને સવારે તેને છોડમાં રેડો.  આમ કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

છરી: એવું કહેવાય છે કે જો તમે અથવા તમારું બાળક સૂતી વખતે ગભરાઈને જાગી જતા હોવ અથવા ડરામણા સપના આવતા હોય તો તેમણે ઓશિકા નીચે છરી, કાતર અથવા કોઈપણ લોખંડની વસ્તુ રાખવી.

લસણ: લસણને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.  જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે લસણની થોડી કળી રાખો છો, તો સકારાત્મક ઉર્જા ચારેબાજુ ફેલાશે અને સારી ઊંઘ લેવામાં મદદ કરશે. ખિસ્સામાં રાખીને સૂવાથી પણ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વરિયાળી: ઓશિકા નીચે વરિયાળી રાખીને સૂવાથી રાહુ દોષ દૂર થઈ શકે છે. આનાથી ખરાબ સપનાઓથી પણ રાહત મળે છે અને માનસિક પરેશાનીઓથી પણ છુટકારો મળે છે.

લીલી એલચી: વરિયાળી ઉપરાંત, ઓશિકા નીચે લીલી એલચી રાખીને સૂવાથી વ્યક્તિને ગાઢ ઊંઘ આવે છે.

દૂધ: રવિવારે સૂતા પહેલા એક ગ્લાસ દૂધથી ભરો અને આ ભરેલો ગ્લાસ સૂવા સમયે તમારા ઓશિકા પાસે રાખો. ગ્લાસ મૂકતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે, ઊંઘમાં તમારો હાથ અડી જવાથી દૂધ પડી ના જાય. સવારે ઉઠીને રોજિંદા કામકાજ પૂર્ણ કર્યા પછી આ દૂધ લઈને તેને બાવળના ઝાડના મૂળમાં રેડો.

સિક્કો: જો તમે કોઈ રોગથી પીડિત છો તો સૂતી વખતે તમારું માથું પૂર્વ તરફ રાખો. તમારા બેડરૂમમાં એક નાના બાઉલમાં સિંધવ મીઠું અને એક રૂપિયાનો સિક્કો રાખો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

મૂળા: જ્યારે રાહુ કુંડળીના પાંચમા ભાવમાં હોય અને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી પડતી હોય, તો આવી સ્થિતિમાં પત્નીના માથા પર 40 દિવસ સુધી 5 મૂળા રાખો અને સવારે શિવ મંદિરમાં મૂળા રાખો.  આનાથી બાળક થવાની શક્યતા વધી જશે.

સુગંધિત ફૂલો: સૂતા પહેલા, સુગંધિત ફૂલો ઓશિકા પાસે રાખો અને સૂઈ જાઓ.  આ શુક્ર ગ્રહનો પ્રભાવ વધારે છે અને સારી ઊંઘ લેવામાં મદદ કરે છે.  આનાથી માનસિક શાંતિ મળે છે અને વૈવાહિક જીવન સારું રહે છે.  આ ઉપરાંત, તે તમારા નસીબને ઉજ્જવળ બનાવવાનો પણ એક ઉપાય છે.

ઝવેરાત: જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે સોના કે ચાંદીના ઝવેરાત રાખો છો, તો તે મંગળ દોષ દૂર કરે છે.  અને તેના શુભ પરિણામો જોવા મળે છે.

સૂ આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો