હરિયાણામાં ભાજપને લીડ મળ્યા બાદ શેરબજારો ખિલ્યા, રેલવે અને પીએસયુ શેરોમાં ઉછાળો
સતત 6 દિવસથી ચાલી રહેલ ઘટાડાનો ટ્રેન્ડ મંગળવારે તૂટી ગયો હતો. બંને મુખ્ય સૂચ

સતત 6 દિવસથી ચાલી રહેલ ઘટાડાનો ટ્રેન્ડ મંગળવારે તૂટી ગયો હતો. બંને મુખ્ય સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ સારા ઉછાળા સાથે બંધ થયા છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળ્યા બાદ શેરબજારમાં આ ઉછાળો નોંધાયો છે. વાસ્તવમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવવાના છે. આ કારણે રોકાણકારોનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પરિણામોના વલણો પર હતું, ભાજપને લીડ મળવાની સાથે જ શેરબજારમાં ઉછાળો આવવા લાગ્યો હતો.
મંગળવારે સેન્સેક્સ 585 પોઈન્ટ અથવા 0.72%ના વધારા સાથે 81,635 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 218 પોઈન્ટ અથવા 0.88%ના વધારા સાથે 25,013 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે આજે સવારે નિફ્ટી લાભ સાથે ખુલ્યો હતો, જ્યારે સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો હતો.
આ શેરોમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો
બીએસઇ પર આજે અદાણીના શેરમાં 4.68 ટકાનો વધારો નોંધાયો હતો, જે બાદમાં 1419ના લેવલે પહોંચીને બંધ રહ્યા હતાં. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 3.46%ના વધારા સાથે 3,166ના સ્તર પર બંધ થયા છે. આ પછી, એચડીએફસી બેન્કનો શેર 2.06 ટકા વધીને રૂ. 1,651 પર બંધ થયો હતો, જ્યારે આરઆઇએલ 1.95 ટકાની આગેકૂચ બાદ રૂ. 2,795 પર બંધ થયો હતો. આ સિવાય એલએન્ડટીનો શેર 1.85% વધીને રૂ. 3,532 પર બંધ થયો હતો, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર 1.42% વધીને રૂ. 11,390 પર બંધ થયો હતો.
આ શેરોમાં ઘટાડો થયો હતો
તે જ સમયે, મેટલ સેક્ટરમાં ઘટાડાને કારણે, ટાટા સ્ટીલનો શેર સૌથી વધુ 2.95% ઘટીને રૂ. 159.52ના ભાવે બંધ થયો હતો, જ્યારે બીજા ક્રમે ટાઈટન કંપની 2.68 ટકા ઘટીને 2.68 ટકાના સ્તરે બંધ હતી. આ પછી બજાજ ફિનસર્વ 2.19% નબળો પડીને 1,838ના સ્તરે બંધ થયો, જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ 2.02% ઘટીને 998.20ના સ્તરે બંધ થયો. આ સિવાય બજાજ ફાઇનાન્સનો શેર 1.14% ઘટીને 7,187ના સ્તરે બંધ થયો હતો.
મેટલ શેરો ઘટાડા સાથે બંધ રહ્યા
આજે આલ્ફા 50 ઇન્ડેક્સ 3.5 ટકાના વૃદ્ધિ સાથે સૌથી ઉપર રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ઓટો 1.66%ના વધારા સાથે બંધ થયો. આ પછી, નિફ્ટી એનર્જી 1.64%ના વધારા સાથે બંધ થયો, જ્યારે નિફ્ટી ફાર્મા 1.44%ના વધારા સાથે બંધ થયો. પીએસયુ બેંક 1.35%ના વધારા સાથે બંધ થયો, જ્યારે બેંક નિફ્ટી 1.07%ના વધારા સાથે બંધ થયો. આજના કારોબારમાં માત્ર નિફ્ટી મેટલમાં જ ઘટાડો નોંધાયો છે, જે 0.93 ટકા નબળો પડીને બંધ થયો છે.
રેલવે અને પીએસયુ શેરો તેજીમાં ઝૂમ્યા
આજના ટ્રેડિંગ સેશનમાં પીએસયુ શેરોમાં ખાસ કરીને રેલવે અને ડિફેન્સ શેરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. શેરોમાં આરવીએનએલ આઠ ટકાહૂડકો 7 ટકા જ્યારે આરઇસી, પીએફસી, ઇરકોન, એચએએલ, બીઇએલ, મઝગાંવ ડોક, અનેે કોચીન શિપયાર્ડ ચારથી છ ટકાની વચ્યા હતાં.








