ધન રાશિના જાતકોએ ક્રોધ પર નિયંત્રણ રાખવું, જાણો તારીખ 4/10/2024નું તમારું રાશિફળ
આજનું નક્ષત્ર: ચિત્રા (કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) મેષ રાશિઃવ્યાપાર માટે

આજનું નક્ષત્ર: ચિત્રા
(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)
મેષ રાશિઃ
વ્યાપાર માટે વિદેશ યાત્રા થઈ શકે છે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
ખાણીપીણીને લગતી વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
વૃષભ રાશિઃ
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
પારિવારિક જીવન સારું રહેશે.
કર્ક રાશિઃ
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
મોટા ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
સિંહ રાશિઃ
વ્યાપાર ક્ષેત્રમાં વિશેષ વૃદ્ધિ થશે.
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
કન્યા રાશિઃ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તુલા રાશિઃ
તમારા આકર્ષક વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
અતિ ભાવ વિચારોના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.
વૃશ્ચિક રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે.
ધન રાશિઃ
સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકો ને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
કોસ્મેટિક વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મકર રાશિઃ
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
આપેલા નાણાં પરત મળી આવશે.
કુંભ રાશિઃ
કાપડ વ્યાપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરો.
વિદેશ યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે.
મીન રાશિઃ
જમીનની ખરીદી થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.








