પૂજાના રૂમમાંથી તરત જ કાઢી નાખો આ વસ્તુઓ, તે છીનવી લે છે ઘરની સુખ-શાંતિ, વ્યક્તિને બનાવી દે છે ગરીબ
હિંદુ ધર્મમાં, પૂજા એ ભગવાન માટે આદર દર્શાવવાની રીત છે. એવું માનવામાં આવે છે કે દરરોજ પૂજા કરવાથી ઘરમા

હિંદુ ધર્મમાં, પૂજા એ ભગવાન માટે આદર દર્શાવવાની રીત છે. એવું માનવામાં આવે છે કે દરરોજ પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે.
આ પણ વાંચો: આ સપના જણાવે છે કે તમારા પર મોટી મુસીબત આવવાની છે, સાવધાન રહો
પરંતુ જો તમે કેટલીક વસ્તુઓને મંદિરની પાસે રાખો છો તો તમારે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને આજે જ તમારા પૂજાના રૂમમમાંથી કે મંદિરની આસપાસથી દૂર કરવી જોઈએ.
આવી મૂર્તિઓ ન રાખો
ઘરના મંદિરમાં ભગવાનની ઉગ્ર મૂર્તિઓ રાખવી બિલકુલ યોગ્ય નથી. આ સાથે મંદિરમાં તુટેલી મૂર્તિઓ રાખવાથી પણ બચવું જોઈએ. જો કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય તો આવી સ્થિતિમાં તેને વિસર્જિત કરી દેવી જોઈએ.
આ વસ્તુઓને મંદિરમાં ન રાખો
જો કોઈ વ્યક્તિ મંદિર પાસે તૂટેલા - ફાટેલા ધાર્મિક પુસ્તકો રાખે છે તો તેનાથી પણ નકારાત્મકતા વધી શકે છે. આ સિવાય મંદિરમાં સૂકા ફૂલ રાખવા પણ શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ભગવાનને ચઢાવવામાં આવેલ ફૂલ સુકાઈ જાય પછી તેને ઉતારી લો.
કેટલા શંખ રાખવા જોઈએ શુભ
ઘણા લોકો ઘરના મંદિરમાં શંખ પણ રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવા જોઈએ. નહીં તો વ્યક્તિ વાસ્તુ દોષથી પણ પીડાઈ શકે છે. આ સાથે મંદિરમાં શનિદેવની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવતી નથી.
આજે જ આ તસવીરો દૂર કરો
જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મંદિરની આસપાસ પૂર્વજો અથવા પિતૃઓની તસવીરો લગાવે છે તો તે વ્યક્તિને ખરાબ પરિણામ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં પૂર્વજોની તસવીરો તાત્કાલિક હટાવી દેવી જોઈએ. પૂર્વજોની તસવીરો મૂકવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધl જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








