મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

12 માર્ચ 2025, બુધવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે મુશ્કેલીઓ

મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય. &nbsp

12 માર્ચ 2025, બુધવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે મુશ્કેલીઓ

મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.

વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ઉતાવળ કરવી નહીં. જમીન-મકાન-વાહનના કામમાં રૂકાવટ રહે. માતૃપક્ષની ચિંતા જણાય.

મિથુન : આપના કામની કદર-પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.

કર્ક : આપને કામમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આનંદ રહે.

સિંહ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં રૂકાવટ થતી જાય. આપના કામમાં વ્યસ્ત રહીીને દિવસ પસાર કરી શકો.

કન્યા : કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામકાજ કરી લેવું.

તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં દોડધામ-શ્રમ અનુભવાય.

ધન : આપના કાર્યમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.

મકર : કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોને લીધે આપને ચિંતા-ઉચાટ ખર્ચ જણાય. કામકાજમાં મન લાગે નહીં. પ્રતિકૂળતા રહે.

કુંભ : આપના કામમાં અન્યનો સાથ મળી રહે. આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. આનંદ રહે.

મીન : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

આ સમાચાર શેર કરો