મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સિંહ રાશિના જાતકોને કામમાં પ્રગતિ, વાંચો તમારું 31 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય

મેષ: આપના કામનો ઉકેલ આવતાં આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય. વૃષભ : આપના ક

સિંહ રાશિના જાતકોને કામમાં પ્રગતિ, વાંચો તમારું 31 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય

મેષ: આપના કામનો ઉકેલ આવતાં આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની લે-વેચમાં સાનુકૂળતા મળી રહે.

મિથુન : દિવસ પસાર થાય તેમ આપને રાહત-શાંતિ થતી જાય. આપના કામમાં નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

કર્ક : આપના કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે ઉતાવળ કરવી નહીં ચિંતા રહે.

સિંહ : આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કન્યા : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. કોર્ટ-કચેરી, રાજકીય-સરકારી કામકાજ અંગે દોડધામ જણાય.

તુલા : આપના વિલંબ-રૂકાવટમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.

વૃશ્ચિક : આપના કામમાં પ્રતિકૂળતા રહે. ઘર-પરિવારની ચિંતાને લીધે કામમાં મન લાગે નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.

કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

મીન : આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ નિર્ણય લેવા નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ જણાય.

આ સમાચાર શેર કરો