વૃષભ રાશિના જાતકોનું કાર્ય સ્થળ પર વર્ચસ્વ વધશે, વાંચો તમારું 03 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
આજનું નક્ષત્ર: ધનિષ્ઠા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ મેડિકલ ક્ષેત્ર ના વિદ્યાર્થીને અભ્

આજનું નક્ષત્ર: ધનિષ્ઠા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
મેડિકલ ક્ષેત્ર ના વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
લોનને લગતા કાર્યમાં વિલંબ થઇ શકે છે.
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
વૃષભ રાશિઃ
કવિ નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
પારિવારિક સુખ સારું રહેશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
આ પણ વાંચો : શિયાળામાં સૂર્ય ભગવાનના દર્શન ન થાય તો જળ અર્પણ કેવી રીતે કરવું?
મિથુન રાશિઃ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
ધાર્મિક સ્થળે યાત્રા પર જવાનું થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
કર્ક રાશિઃ
તમે તમારી બુદ્ધિથી વ્યાપારમાં વિશેષ સફળતાની પ્રાપ્તિ કરશો.
પિતાના સ્વાસ્થયની કાળજી લેવી.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
સિંહ રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
વાહન ચલાવતા સાચવવું.
કન્યા રાશિઃ
કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
કોસ્મેટિક વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રો સાથે સમય વીતશે.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
તુલા રાશિઃ
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
મિત્રો સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ધન રાશિઃ
રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી રાખે.
મકર રાશિઃ
વાહનની ખરીદી થઇ શકે છે.
વિદેશને લગતા કાર્યમાં વિશેષ સફળતાની પ્રાપ્તિ થશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કુંભ રાશિઃ
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
પાચનના લગતી સમસ્યા થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
મીન રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઈ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
પરિવાર સાથે સમય વીતશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.








