મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સિંહ રાશિના જાતકોને લાભ થાય, વાંચો તમારું 22 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : બપોર સુધી આપને કામકાજમાં સફળતા જણાય. ત્યારબાદ કામકાજ અંગેની દોડધામ-શ્રમમાં વધારો જણાય. ખર્ચ જણાય. વૃષભ : જે

સિંહ રાશિના જાતકોને લાભ  થાય, વાંચો તમારું 22 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : બપોર સુધી આપને કામકાજમાં સફળતા જણાય. ત્યારબાદ કામકાજ અંગેની દોડધામ-શ્રમમાં વધારો જણાય. ખર્ચ જણાય.

વૃષભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત-શાંતિ થતાં જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામ ઉકેલાય.

મિથુન : દિવસનો પ્રારંભ સારો રહે. પરંતુ બપોર પછી આપને કામમાં પ્રતિકૂળતા જણાય. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું પડે.

કર્ક : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અડોશ-પડોસનું કામકાજ રહે. મિલન-મુલાકાત ગોઠવાય.


સિંહ : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

કન્યા : બપોર પછી કામકાજમાં રૂકાવટના લીધે ઉચાટ-ઉદ્વેગ અનુભવો. જેમ દિવસ પસાર થાય તેમ આપને સાનુકૂળતા થતી જાય.

તુલા : બપોર સુધી કામકાજમાં આપને સરળતા મળી રહે. ત્યારબાદ કામમાં મુશ્કેલીનો અનુભવ થાય. વાદ-વિવાદથી સંભાળવું પડે.

વૃશ્ચિક : દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. કામકાજ અંગે વ્યસ્તતા જણાય. બપોર પછી ધીમે ધીમે આપના રાહત થતી જાય.

આ પણ વાંચો :આ ઉપાયથી દૂર થાય છે પિતૃદોષની સાથે આર્થિક સંકટ, તુલસીને તલ અર્પણ કરવાના છે અનેક ફાયદા 

ધન : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. જૂના મિત્ર-સ્વજન-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવાય.

મકર : દિવસના પ્રારંભે અસ્વસ્થતા-બેચેની અનુભવાય. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય આપને શાંતિ થતી જાય. કામ થાય.

કુંભ : આપના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. પરંતુ બપોર પછી આપને કામમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય.

મીન : દિવસના પ્રારંભથી કામકાજ અંગેની વ્યસ્તતા જણાય. જોકે દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે કામ ઉકેલવાથી રાહત રહે.

આ સમાચાર શેર કરો