મેષ રાશિના જાતકોએ વાદ વિવાદથી સંભાળવું, વાંચો તમારું 07 એપ્રિલ, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદયમનને શાંતિ રાહત જણાય નહીં. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું વૃષભ : આપન

મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદયમનને શાંતિ રાહત જણાય નહીં. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું
વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ મળી રહે.
મિથુન : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
કર્ક : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન મુલાકાત થઈ શકે.
સિંહ : કોર્ટ કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો જણાય. સાસરી પક્ષ મોસાળ પક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય.
કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહે. કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો જણાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામકાજ થઇ શકે.
વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. દેશ-પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. પરદેશના કામ થાય.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. નાણાંકીય જવાબદારીવાળા કામમાં ધ્યાન રાખવું.
મીન : આપની મહેનત બુધ્ધિ અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકે. વાણીની મીઠાશથી લાભ ફાયદો જણાય.








