વાંચો તમારું 02 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોના પરદેશના કામમાં પ્રગતિ થશે
મેષ : આપના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. મિલન મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર જણાય. વૃષભ : બ

મેષ : આપના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. મિલન મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર જણાય.
વૃષભ : બેંકના વીમા કંપનીના શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. ઇચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતથી આનંદ થાય.
કર્ક : આપના કાર્યની સાથે કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં હરિફાઈનો સામનો કરવો પડે.
સિંહ : આપની મહેનત-બુધ્ધિ અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કન્યા : નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને રહ્યા કરે. કામમાં પ્રતિકૂળતા રહે.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. સીઝનલ ધંધામાં કુટુંબ પરિવારનો સાથ મળી રહે.
ધન : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. અગત્યના કામકાજ અંગે મિલન મુલાકાત થાય.
મકર : આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં આપની દોડધામ ઓછી થતી જાય. ધંધામાં લાભ ફાયદો રહે.
મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સહકાર મળી રહે.








