મેષ અને કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે, વાંચો આજનું 29, એપ્રિલનું રાશિફળ
આજનું નક્ષત્ર:- પૂર્વાષાઢા ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વ

આજનું નક્ષત્ર:- પૂર્વાષાઢા ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે
ત્વચા સંબંધિત રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
વૃષભ રાશિઃ
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
અતિ માનસિક વિચારણાને કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મોટા ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
વિદેશ સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કર્ક રાશિઃ
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
સિંહ રાશિઃ
વ્યાપાર માટે વિદેશ યાત્રા થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
બીપીની સમસ્યા વાળા દરદી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
વિદેશથી આવકના સ્ત્રોત મળશે.
કન્યા રાશિઃ
આધ્યાત્મિકતા તરફ મનનો ઝુકાવ રહેશે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
પરિવાર સાથે સમય વીતશે.
તુલા રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
નાના ભાઈ-બહેનોનો સાથ સહકાર મળશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
ગુપ્ત શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધન રાશિઃ
સ્ત્રી વર્ગને લગતી વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
યોગ્ય માર્ગદર્શનની નાણાંનું રોકાણ કરી શકો છો.
મકર રાશિઃ
તમે તમારી માહિતી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
પારિવારિક સુખ સારું રહેશે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
આવકના માર્ગમાં વધારો થશે.
કુંભ રાશિઃ
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં અવરોધ આવી શકે છે.
દૂધની વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
મીન રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
દિવસથી શરૂઆતમાં મન અશાંત રહેશે.








