મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 5 ઓક્ટોબર 2024, શનિવારનું રાશિફળ, આ રાશિના જાતકને આર્થિક લાભ થશે

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) આજનું નક્ષત્ર:- સ્વાતિ મેષ રાશિઃઆવક કરતા જાવકનું પ્રમાણ વધશે. તમે તમ

તા. 5 ઓક્ટોબર 2024, શનિવારનું રાશિફળ, આ રાશિના જાતકને આર્થિક લાભ થશે

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) 
આજનું નક્ષત્ર:- સ્વાતિ

મેષ રાશિઃ

આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. 
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
જીવનસાથી સાથે સમય વીતશે. 
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

વૃષભ રાશિઃ 

ઇલેક્ટ્રોનિક્સના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.

મિથુન રાશિઃ 

કાર્યસ્થળ પર ઉતાર ચડાવની સ્થિતિ રહેશે.
ઉતાવળે નિર્ણય લેવાથી મુશ્કેલી ન થાય તે બાબતે સાવચેત રહેવું. 
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.

કર્ક રાશિઃ

ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે. 

સિંહ રાશિઃ 

તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. 
મિત્રોનો સાથ સહકાર મળશે. 

કન્યા રાશિઃ 

સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો. 
ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો.
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.

તુલા રાશિઃ

ગીત સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
જમીનની ખરીદી થઈ શકે છે. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. 

વૃશ્ચિક રાશિઃ  

કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. 
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યથી કાળજી રાખે. 
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.

ધન રાશિઃ

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે. 
કોસ્મેટિક વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

મકર રાશિઃ 

યોગ્ય માર્ગદર્શન લઈ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

કુંભ રાશિઃ

વિદ્યાર્થીને અભ્યાસમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

મીન રાશિઃ 

નવા ઘરની ખરીદી થઈ શકે છે. 
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે. 
કીડનીની સમસ્યાથી પીડિત દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

આ સમાચાર શેર કરો