Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : People of this zodiac sign will make great progress in business, 25 July 2026, Saturday Horoscope

આ રાશિના જાતકો નોકરી-ધંધામાં કરશે ખૂબ જ પ્રગતિ, 25 જુલાઈ 2026, શનિવારનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકો નોકરી-ધંધામાં કરશે ખૂબ જ પ્રગતિ, 25 જુલાઈ 2026, શનિવારનું રાશિફળ
સોર્સ : gstv

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
વૃષભ : રાજકીય-સકારી કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સંસ્થાકીય કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. આનંદ રહે.
મિથુન : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. નુકસાનથી સંભાળવું પડે. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે.
કર્ક : આપની બુધ્ધિ-અનુભવ આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા મળી રશે.
સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : આપને ધંધામાં લાભ-ફાયદો મળી રહે. આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. મહત્વના નિર્ણય લઈ શકાય. પત્નીનો સહકાર મળી રહે.
ધન : આપના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે.
મકર : આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કુંભ : સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ-અનુભવાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ અનુભવાય.

App Store

અગ્નિદત્ત પદમનાભ

ટોપિક્સ:GSTV NewsGujarati News