આ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી, 17 જુલાઈ 2026, શુક્રવારનું રાશિફળ

મેષ : આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામકાજ કરી લેવું. સંતાનના પ્રશ્ને આપને ચિંતા જણાય. પરદેશના કામ અટકે.
વૃષભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
મિથુન : સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામમાં તકલીફ જણાય. અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે.
કર્ક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.
સિંહ : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની અસમંજસતા-દ્વિધાના લીધે કામકાજમાં વિલંબ જણાય. મહત્ત્વના નિર્ણય મુલતવી રાખવા.
કન્યા : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી અનુભવાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.
તુલા : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. પરદેશના કામમાં રૂકાવટ જણાય. સંતાનના કામમાં મુશ્કેલી રહે.
વૃશ્ચિક : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરવું. જમીન-મકાન-વાહનના કામમાં રૂકાવટ જણાય.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને પ્રતિકૂળતા રહે. અગત્યના કામ અંગેની મુલાકાતમાં ધ્યાન રાખવું.
મકર : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
કુંભ : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. રાજકીય-સરકારી કામ અંગેની મુલાકાતમાં તકલીફ પડે.
મીન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું.

