આ રાશિના જાતકોને થશે ધનલાભ, 14 જુલાઇ 2026, મંગળવારનું રાશિફળ

મેષ : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
વૃષભ : આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવતાં આનંદ રહે.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ અનુભવાય.
કર્ક : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને રૂકાવટ જણાય. આપે નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે.
સિંહ : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી રહે.
કન્યા : આપના કામની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય.
તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
ધન : જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કામમાં અન્યનો સાથ મળી રહે.
મકર : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ગ્રાહકવર્ગ સાથે નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે.
કુંભ : આપની મહેનત-બુધ્ધિ- અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
મીન : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં પ્રતિકૂળતા રહે.

