Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Anxiety will be in the life of the natives of this zodiac sign, 15 July 2026, Wednesday Horoscope

આ રાશિના જાતકોના જીવનમાં રહેશે ચિંતા, 15 જુલાઈ 2026, બુધવારનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકોના જીવનમાં રહેશે ચિંતા, 15 જુલાઈ 2026, બુધવારનું રાશિફળ
સોર્સ : gstv

મેષ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.
વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
મિથુન : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.
સિંહ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપનેે રૂકાવટ મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ રહે.
કન્યા : આપના કામમાં સરળતા થતાં દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામ થઇ શકે.
વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ કચેરીના કામમાં દોડધામ ખર્ચ રહે.
મીન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

App Store

અગ્નિદત્ત પદમનાભ