આ રાશિના જાતકોના જીવનમાં રહેશે આનંદ જ આનંદ 12 જુલાઈ 2026, રવિવારનું રાશિફળ,

મેષ : કુટુંબ- પરિવાર સાથે આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે.
મિથુન : મોસાળ પક્ષે -સાસરીપક્ષે બીમારી ચિંતા ખર્ચનું આવરણ આવી જાય. આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
કર્ક : સીઝનલ ધંધામાં આવક જણાય. સંતાનનો સહકાર મળી રહેતાં કામમાં સરળતા રહે. વાણીની મીઠાશથી કામ થાય.
સિંહ : આપના કામની સાથે ઘર- પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ રહે.
કન્યા : દેશ- પરદેશના કામમાં, પરદેશના કામમાં પ્રગતિ જણાય. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહેતાં કામ ઉકેલાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્તતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
વૃશ્ચિક : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. કામમાં અન્યનો સાથ મળી રહે. ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાતથી આનંદ થાય.
ધન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું. દોડધામ-શ્રમ રહે.
મકર : આપની બુધ્ધિ-અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કુંભ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ધીરે ચલાવવું.
મીન : આપના કામની સાથે અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતાં આનંદ રહે.

