મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

20 નવેમ્બર 2024, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ સાવચેતી રાખવી

મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. ઘર-પરિવાર, મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

20 નવેમ્બર 2024, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ સાવચેતી રાખવી

મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. ઘર-પરિવાર, મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સહકાર જણાય. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા રહે.

આ પણ વાંચો: ભગવાન કૃષ્ણ જ નહીં, આ ભગવાન પણ ગુપ્ત રીતે અર્જુનની મદદ કરતા હતા, કૌરવોને પણ ખબર ન હતા આ 3 રહસ્યો?

મિથુન : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

કર્ક : માનસિક પરિતાપ - વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા અસમંજસતા રહ્યા કરે.

સિંહ : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. સીઝનલ ધંધામાં વાદ-વિવાદ ગેરસમજથી સંભાળવું પડે.

કન્યા : આપના કામમાં ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. આપનો કામનો ઉકેલ આવતો જાય. આપને રાહત થતી જાય. દોડધામ શ્રમ ઘટે.

તુલા : જમીન મકાન વાહનની લે-વેચના કામમાં આપને સાનુકુળતા મળી રહે. મિત્રવર્ગના સાથ સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

વૃશ્ચિક : ધંધામાં નવી કાંઈ વાતચીત આવે કે નવો ઓર્ડર મળી રહે. બઢતી બદલીના પ્રશ્ને સાનુકુળતા જણાય. પરદેશના કામ થાય.

ધન : તબીયતની અસ્વસ્થતાને લીધે કામમાં મન લાગે નહીં. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. સામાજિક વ્યવહારિક કામમાં સંભાળવું.

મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. રાજકીય સરકારી કામ થાય.

કુંભ : આપના કાર્યની સાથે મોસાળપક્ષ સાસરીપક્ષના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.

મીન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. હર્ષ લાભ રહે.

આ સમાચાર શેર કરો