મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

6 ડિસેમ્બર 2024, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થઈ શકે આર્થિક નુકસાન

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય. આપના દોડધામ-શ્રમ- ખર્ચમાં વધારો જણા

6 ડિસેમ્બર 2024, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થઈ શકે આર્થિક નુકસાન

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય. આપના દોડધામ-શ્રમ- ખર્ચમાં વધારો જણાય.

વૃષભ : આયાત-નિકાસના કામમાં, પરદેશના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

આ પણ વાંચો: આ સંકેતોથી જૂઠા લોકોને ઓળખો, તમારી સાથે ક્યારેય નહીં થાય છેતરપિંડી

મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા રહે. ઉદ્વેગ જણાય.

કર્ક : આપના કામકાજમાં અન્યનો સહકાર મળી રહેશે. કામનો ઉકેલ આવતો જાય. ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાત થઈ શકે.

સિંહ : આપના કામની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના દોડધામ શ્રમ ખર્ચમાં વધારો જણાય.

કન્યા : આપની બુદ્ધિ- અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા અનુભવો.

તુલા : આપ હરો - ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ - રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.

વૃશ્ચિક : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ- નોકર- ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

ધન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર રહે. આવક જણાય.

મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

કુંભ : આપના કામમાં પ્રતિકૂળતા રહે. કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલીના લીધે ધાર્યા પ્રમાણે કામ થઈ શકે નહીં. નાણાકીય બાબતોમાં સંભાળવું.

મીન : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળી રહેતાં રાહત અનુભવો. સીઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો મળી રહે.

આ સમાચાર શેર કરો