મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

માગશરની અમાસે કરો આ ઉપાય, શિવલિંગ પર વસ્તુઓ ચઢાવતા ઘરમાં વધશે સુખ-શાંતિ

સનાતન ધર્મમાં અમાવાસ્યાનું ઘણું મહત્ત્વ છે. અમાસની તિથિ દરેક મહિનામાં આવે છે. માગ

માગશરની અમાસે કરો આ ઉપાય, શિવલિંગ પર વસ્તુઓ ચઢાવતા ઘરમાં વધશે સુખ-શાંતિ

સનાતન ધર્મમાં અમાવાસ્યાનું ઘણું મહત્ત્વ છે. અમાસની તિથિ દરેક મહિનામાં આવે છે. માગશર મહિનાની અમાસના દિવસે પિતૃઓની પૂજા કરવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા કરવાની વિધિ છે.

આ પણ વાંચોઃ દર્શ અમાવાસ્યાના દિવસે પિતૃઓની શાંતિ માટે કરો આ ખાસ પૂજા

માગશર મહિનાની અમાસ 1લી ડિસેમ્બર 2024, રવિવારના રોજ છે.  જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી શુભ ફળ મળે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, અમાસના દિવસે પૂર્વજો પણ તેમના પરિવારને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ સુખ પ્રાપ્ત કરે છે. ચાલો જાણીએ માગશર મહિનાની અમાસના દિવસે શિવલિંગને કેટલીક વસ્તુઓ અર્પણ કરવાથી શું ફળ મળે છે. 

શિવલિંગને મધ અર્પણ કરો

આ દિવસે શિવલિંગ પર મધ ચઢાવો. એવું કહેવાય છે કે મધ ચઢાવવાથી વ્યક્તિને મનવાંછિત ફળ મળે છે અને સુખ-સમૃદ્ધિની સાથે સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે.

શિવલિંગ પર હળદર ચઢાવો

માર્ગશીર્ષ અમાવાસ્યાના દિવસે શિવલિંગ પર ચોક્કસથી હળદર ચઢાવો. એવું માનવામાં આવે છે કે હળદર ચઢાવવાથી તમામ કાર્યો શુભ થાય છે અને ગ્રહદોષથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિને મજબૂત કરવા માટે હળદરને સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

શિવલિંગ પર દૂધ ચઢાવો

આ દિવસે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી વ્યક્તિની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને માનસિક સમસ્યાઓ પણ દૂર થાય છે.  શિવલિંગને અર્પણ કરો ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

શિવલિંગ પર દહીં ચઢાવો

માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે શિવલિંગ પર દહીં ચઢાવવાથી લોકોને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. તેનાથી જીવનમાં ખુશીઓ આવે છે. દંપતીને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

શિવલિંગ પર શેરડીનો રસ અર્પિત કરો

અમાવસ્યાના દિવસે શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. જો તમે તમારા વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમને તેમાંથી રાહત મળશે. ભોલેનાથને શેરડીનો રસ ચઢાવવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો