મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન જયંતિએ બજરંગબલીને ધરાવો કરો આ 6 વસ્તુઓનો પ્રસાદ

હનુમાન જયંતિ એટલે કે બજરંગબલીનો જન્મદિવસ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે 23 એપ

હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન જયંતિએ બજરંગબલીને ધરાવો કરો આ 6 વસ્તુઓનો પ્રસાદ

હનુમાન જયંતિ એટલે કે બજરંગબલીનો જન્મદિવસ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે 23 એપ્રિલ 2024ના રોજ હનુમાનજીની જન્મજયંતિ છે. રામ ભક્ત હનુમાનજી અમર છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન હનુમાનની પૂજા કરવાથી દરેક પ્રકારના ભય, રોગ, પીડા અને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે. હનુમાનજી લાગણીના ભૂખ્યા છે. જે વ્યક્તિ સાચા હૃદયથી તેમના ગુણગાન ગાય છે, તેની મોટી-મોટી સમસ્યાઓ પળવારમાં દૂર થઈ જાય છે, પરંતુ હનુમાન જન્મોત્સવ પર બજરંગબલીને કેટલીક વિશેષ વસ્તુઓનો પ્રસાદ ધરાવવાથી તે જલ્દી ખુશ થઈ જાય છે.

હનુમાન જયંતિના ધરાવો આ વસ્તુઓનો પ્રસાદ

મીઠી બૂંદી - હનુમાનજીને મીઠી બૂંદી અથવા તેમાંથી બનેલા લાડુ ખૂબ પસંદ છે. હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને બુંદી ચઢાવો અને પછી તેને પરિવારની સાથે જરૂરિયાતમંદોમાં વહેંચો. બની શકે તો વાંદરાને પણ બુંદી આપો. એવું માનવામાં આવે છે કે, તેનાથી બગડેલા કામ પણ બની જાય છે.

મીઠું પાન - હનુમાન જન્મોત્સવના અવસરે પૂજામાં પવન પુત્ર હનુમાનને પાન અર્પણ કરો. હનુમાનજીને કળિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જે તેમનામાં સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે તેઓ તેમને દરેક દુઃખમાંથી મુક્ત કરવાની જવાબદારી લે છે. આવી સ્થિતિમાં, હનુમાન જયંતિના દિવસે શ્રદ્ધા ભાવથી બજરંગીને મીઠું પાન અર્પણ કરવું જોઈએ. તમારું કામ હનુમાનજીને સોંપવું, શત્રુથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે.

લાલ ફળો - હનુમાનજીને સફરજન, લીચી જેવા લાલ ફળો ગમે છે. બજરંગબલીને મંગળનો સ્વામી માનવામાં આવે છે. હનુમાન જયંતિ પર બજરંગબલીને લાલ સફરજન અર્પણ કરવું શુભ ફળદાયક છે અને એવું માનવામાં આવે છે કે, તેનાથી મંગલ દોષ દૂર થાય છે. શુભ કાર્યમાં કોઈ અડચણ નથી આવતી.

ઈમરતી અથવા જલેબી - હનુમાન જયંતિ પર બજરંગબલીને ખુશ કરવા માટે ઈમરતી, જલેબી અથવા માલપુઆ પણ ધરાવી શકો છો. આ હનુમાનજીને પ્રિય છે. આના પરિણામે ભક્તો માટે પ્રગતિનો માર્ગ ખુલે છે.

ગોળ-ચણા - હનુમાન જયંતિ પર બજરંગબલીને ગોળ અને ચણા ધરાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આનાથી મંગળ અને સૂર્ય સંબંધિત દોષ નષ્ટ થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.

ચણાના લોટના લાડુ - કહેવાય છે કે, હનુમાન જન્મોત્સવ પર હનુમાનજીને ચણાના લોટના લાડુ ધરાવવા જોઈએ, તેનાથી શનિદેવ પરેશાની નથી કરતા. આર્થિક અને માનસિક લાભ મળશે.

હનુમાનજીને આ અર્પણ ન કરો

કહેવાય છે કે, બજરંગબલીની પૂજામાં દૂધમાંથી બનેલી વસ્તુઓ ક્યારેય ધરાવવામાં આવતી નથી. વાસ્તવમાં દૂધ ચંદ્રનો કારક છે અને હનુમાનજીની શક્તિ મંગળના ગુણોનું પ્રતીક છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળ અને ચંદ્ર એકબીજાના વિરોધી છે. આ જ કારણ છે કે, હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા દરમિયાન દૂધમાંથી બનેલી વાનગીઓ ધરાવવામાં આવતી નથી.

આ સમાચાર શેર કરો