મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જીવનમાં આ સંજોગોમાં ક્યારેય ન કરો હનુમાનજીની પૂજા, મહાદોષનો કરવો પડશે સામનો

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે. મંગળવારને હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવ

જીવનમાં આ સંજોગોમાં ક્યારેય ન કરો હનુમાનજીની પૂજા, મહાદોષનો કરવો પડશે સામનો

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે. મંગળવારને હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી અને વ્રત રાખવાથી મહાદેવના અવતાર બજરંગબલી અપાર આશીર્વાદ વરસાવે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે.

આ પણ વાંચો: સાંજે ફૂલો અને પાંદડા કેમ ન તોડવા જોઈએ? ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જાણો

પરંતુ આજે અમે તમને આ લેખ દ્વારા જણાવી રહ્યા છીએ કે કયા સંજોગોમાં તમારે ભૂલથી પણ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ, નહીં તો લોકોને ખરાબ પરિણામ ભોગવવા પડે છે.

આ સંજોગોમાં ન કરો પૂજા

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સ્નાન કર્યા વિના કોઈપણ વ્યક્તિએ હનુમાનજીની તેમ જ અન્ય કોઈ દેવતાની પૂજા ન કરવી જોઈએ અને ન તો તેમને સ્પર્શ કરવો જોઈએ, એવું માનવામાં આવે છે કે આવું કરવું એક મોટું પાપ છે અને વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  

ભૂલથી પણ વાસી કે એંઠા મોંઢે દેવી-દેવતાઓની પૂજા ન કરો, આમ કરવાથી દોષ લાગે છે અને વ્યક્તિને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, તેથી કંઈપણ ખાધા પછી પાણી પીવો અથવા કોગળા અવશ્ય કરો.

માન્યતાઓ અનુસાર, ગંદા કપડામાં પણ દેવી-દેવતાઓની પૂજા ન કરવી જોઈએ, આવું કરવું પાપ માનવામાં આવે છે.  

જો પરિવારમાં કોઈ મૃત્યુ પામે છે અથવા જન્મ લે છે, તો 13 દિવસ સુધી હનુમાનજી અને અન્ય દેવતાઓની પૂજા ન કરવી જોઈએ. આ સમય દરમિયાન માત્ર મંત્રોનો જાપ કરી શકાય છે. 

ગ્રહણના સમયગાળા દરમિયાન હનુમાનજીની સાથે અન્ય દેવી-દેવતાઓની પૂજા ન કરવી જોઈએ, તેમ કરવું પ્રતિબંધિત છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો