મંદિરથી ઘરે પાછા ફરતી વખતે લોટો ખાલી લાવવાની ભૂલ ન કરો, તમને થઈ શકે છે આ નુકશાન
હિંદુ ધર્મનું પાલન કરતા લોકોમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. દરેક પ્રકારની પૂજામાં નિયમો હોય છે. પૂજા દરમ

હિંદુ ધર્મનું પાલન કરતા લોકોમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. દરેક પ્રકારની પૂજામાં નિયમો હોય છે. પૂજા દરમિયાન જાણ્યે-અજાણ્યે ઘણી નાની-નાની ભૂલો થઈ જાય છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થવા લાગે છે.
આવી સ્થિતિમાં પૂજા સંબંધિત કેટલીક વાતો જાણવી ખૂબ જ જરૂરી છે. અહીં જાણો કઈ કઈ ભૂલો છે જેને મંદિરથી ઘરે પરત ફરતી વખતે ટાળવી જોઈએ, નહીં તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
મંદિરમાં પૂજા કર્યા પછી આ વાતોનું ધ્યાન રાખો
મંદિરમાં પૂજા કરવા જતી વખતે ઘરેથી પાણીનો લોટો લઈને જવું જોઈએ. મંદિરમાં પીપળના ઝાડ પર પાણી રેડવું ખૂબ જ શુભ હોય છે. પીપળના ઝાડને જળ અર્પણ કરતી વખતે પાણીમાં ચોખાના થોડા દાણા નાખો. મંદિરમાં દેવી-દેવતાઓને જળ અર્પણ કર્યા પછી તમારે ક્યારેય ખાલી લોટ સાથે ઘરે પાછા ન ફરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા ઘરની પ્રગતિ અટકી શકે છે.
મંદિરમાં જળ અર્પણ કર્યા પછી લોટામાં થોડું પાણી બચાવી લો. જો તમે બધું જ જળ દેવી-દેવતાઓને અર્પણ કરો છો, તો મંદિરમાં હાજર નળમાંથી થોડું પાણી ભરીને, તે પાણીને ઘરમાં લાવીને આખા ઘરમાં છાંટો.
વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે મંદિરના પાણીથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરના તમામ સભ્યોની આર્થિક પ્રગતિ થાય છે અને બધી ખરાબ બાબતો દૂર થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાંથી ખાલી લોટો લઈને ઘરે પાછા ન આવવું જોઈએ.જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેને પરિવારમાં ક્યારેય સુખ-શાંતિ નથી મળતી.આવા વ્યક્તિને પોતાના જીવનમાં નકારાત્મકતાનો સામનો કરવો પડે છે.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








