મકર રાશિને યશ-પદ-ધનમાં વધારો થાય, જાણો અન્ય જાતકોનું 08 એપ્રિલ, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય-કામમાં આપે

મેષ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય-કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે.
વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સરળતા-સાનુકુળતા મળી રહેતાં રાહત થતી જાય. સંતાનના પ્રશ્ને ખર્ચ-ખરીદી જણાય.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ રહે.
કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
કન્યા : આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અન્યનો સહકાર મળી રહેતા રાહત જણાય. કામ ઉકેલાય.
તુલા : રાજકીય-સરકારી કામમાં ઉતાવળ કરવી નહીં. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો થાય.
ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. માતૃપક્ષની ચિંતા અનુભવાય.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપને સાનુકુળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો.
મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. વિચારોની દ્ધિધા-અસમંજસ્તા રહે. મહત્ત્વના નિર્ણય મુલતવી રાખવા.








