મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તુલા રાશિના જાતકોને થશે લાભ, જાણો તા.15/07/2024નું રાશિફળ

કર્ક : આપની બુધ્ધિ-અનુભવ આવડત-મહેનતથી આપના કામનો ધીરે-ધીરે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. માતૃપક્ષે બ

તુલા રાશિના જાતકોને થશે લાભ, જાણો તા.15/07/2024નું રાશિફળ


કર્ક : આપની બુધ્ધિ-અનુભવ આવડત-મહેનતથી આપના કામનો ધીરે-ધીરે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. માતૃપક્ષે બીમારી-ચિંતાનુ આવરણ રહે.

સિંહ : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થાય. ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ-નોકરચાકર વર્ગના સાથ સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

કન્યા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સહકાર મળી રહે.

તુલા : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આનંદ જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકો. મિલન-મુલાકાત થાય.

વૃશ્ચિક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવો. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ જણાય.

ધન : આપના કામમાં આકસ્મિક સરળતા  મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળતાં રાહત રહે.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા જણાય.

કુંભ :  નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ બની રહે. આનંદ રહે.

મીન : આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે.

આ સમાચાર શેર કરો