તુલા રાશિના જાતકોને થઈ શકે છે આકસ્મિક ધનલાભ, જાણો તમારું આજનું 18 સપ્ટેમ્બરનું રાશિફળ
આજનું નક્ષત્ર: પૂર્વ ભાદ્રપદ (કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) મેષ રાશિઃ યોગ્ય માર્ગદર્શન લઈ શેરમ

આજનું નક્ષત્ર: પૂર્વ ભાદ્રપદ
(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)
મેષ રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઈ શેરમાં રોકાણ કરી શકો છો.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃષભ રાશિઃ
તમારા જ્ઞાનથી લોકો પ્રભાવિત થશે.
દૂધના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
પરિવાર સાથે સમય વીતશે.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
લેખક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કર્ક રાશિઃ
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સિંહ રાશિઃ
વ્યાપાર વિકસિત કરવા પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
કાર્ય સ્થળ પર તમારું પ્રભુત્વ વધશે.
આવકના માર્ગમાં વધારો થશે.
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
કન્યા રાશિઃ
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
તુલા રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
કફજન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ:
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
ધન રાશિઃ
કાર્ય સ્થળ પરઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
મકર રાશિઃ
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
આપેલા નાણા પરત મળી આવશે.
વિદેશ યાત્રા પર જવાનો થઈ શકે છે.
નાના ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કુંભ રાશિઃ
રીસર્ચ કરતા વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થયની કાળજી લેવી.
મીન રાશિઃ
અતિ માનસિક વિચારણા કારણે ઉંઘ પર અસર થઈ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવો.








