મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કર્ક અને કન્યા રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો તમારું આજનું 5 જુલાઇ, શુક્રવારનું રાશિ ભવિષ્ય 

આજનું નક્ષત્ર:- આર્દ્ર ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ તમે તમારી મહ

કર્ક અને કન્યા રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો તમારું આજનું 5 જુલાઇ, શુક્રવારનું રાશિ ભવિષ્ય 

આજનું  નક્ષત્ર:- આર્દ્ર  

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
 
મેષ રાશિઃ 
તમે તમારી મહેનત દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
મિત્રોનો સાથ સહકાર મળશે. 
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે. 

વૃષભ રાશિઃ 
આવકના નવા માર્ગ મળશે.
નવી કૃતિનું નિર્માણ કરી શકે છે. 
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 
પારિવારિક સુખ સારું રહેશે. 

મિથુનઃ 
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે. 
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 

કર્ક રાશિઃ 
આધ્યાત્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
 રિસર્ચ કરતાં વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરશે.
વાહન ચલાવતા સાચવવું. 

સિંહ રાશિઃ
કાર્યસ્થળ પર ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
આવકના માર્ગમાં વધારો થશે. 

કન્યા રાશિઃ 
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી દ્વારા પુરસ્કાર આપવામાં આવી શકે છે.
કમ્યુનિકેશનને લગતુ કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી ના સ્વાસ્થ્યની કાળજી લેવી.
સ્ત્રી વર્ગથી મદદ મળી રહેશે. 

તુલા રાશિઃ
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ  
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે. 
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
શેરમાં રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. 
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

ધન રાશિઃ 
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થઈ શકે છે. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
જમીનને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો
મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 

કુંભ રાશિઃ
સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે વિજય પ્રાપ્ત કરશો. 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે. 
તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

મીન રાશિઃ 
કાર્ય સ્થળ પર ઉત્સાહપૂર્વક દિવસ વીતશે. 
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
નવા ઘરની ખરીદી થઈ શકે છે

આ સમાચાર શેર કરો