મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સિંહ અને ધનુ રાશિના જાતકોની મનોકામનાઓ થશે પુરી, જાણો તમારું 10 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા રહે. યાત્રા- પ્રવાસ-મિલન- મુલાકાત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થ

સિંહ અને ધનુ રાશિના જાતકોની મનોકામનાઓ થશે પુરી, જાણો તમારું 10 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા રહે. યાત્રા- પ્રવાસ-મિલન- મુલાકાત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

વૃષભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સંભાળવું પડે.

મિથુન: આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું અને કામ ઉકેલાતાં આનંદ અનુભવાય.

કર્ક : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

સિંહ : આપની બુધ્ધિ- અનુભવ આવડત- મહેનતથી આપના કાર્યનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

કન્યા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.

તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં સાથે વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે.

ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા રહે.

મકર : સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.

કુંભ : આપના કામમાં સરળતા થતી જાય. ધીમે ધીમે કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.

મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગના સહકારથી આપને રાહત જણાય.

આ સમાચાર શેર કરો