મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વૃષભ અને સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સમૃદ્ધ રહેશે, જાણો તમારું 19 મે, 2024નું રાશિ ભવિષ્ય

મેષ : સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. વૃષભ : આપની બુધ

વૃષભ અને સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સમૃદ્ધ રહેશે, જાણો તમારું 19 મે, 2024નું રાશિ ભવિષ્ય

મેષ : સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય.

વૃષભ : આપની બુધ્ધિ મહેનત-અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા દૂર થાય.

મિથુન : આપના કામકાજમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. માતૃપક્ષે બિમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય.

કર્ક : અડોશ-પડોશના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. જોકે કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય.


સિંહ : કુટુંબ-પરિવાર સાથે આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.

કન્યા : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. પરદેશના કામ થાય.

તુલા : આપનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે.

વૃશ્ચિક : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.

ધન : સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગ-ઘર-પરિવારના કામકાજ અંગે આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતા રાહત રહે.

મકર : જૂના સ્વજન-સ્નેહિ-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ-ઉત્સાહ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સંભાળવું.

મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં-સંસ્થાકીય કામમાં દોડધામ-શ્રમ જણાય. મિલન-મુલાકાત થાય.

આ સમાચાર શેર કરો