તુલા અને ધન રાશિના જાતકો માટે પ્રગતિનો દિવસ, જાણો તમારુ તા. 12 મે 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. વૃષભ : આપના ક

મેષ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.
વૃષભ : આપના કાર્યમાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહેતાં રાહત જણાય. કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.
મિથુન : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં આપને સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
આ પણ વાંચો : સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર, મેષ અને કર્ક સહિત આ રાશિના જાતકો માટે બની રહ્યો છે ધનલાભનો યોગ
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. હરિફવર્ગનો સામનો કરવો પડે.
સિંહ : આપના કામમાં આકસ્મિક-સરળતા-સાનુકુળતા મળી રહે. વાણીની મીઠાશથી કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.
કન્યા : આપના કામમાં વ્યસ્ત રહેવાની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામ માટે દોડધામ-શ્રમ રહે.
તુલા : .યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ અનુભવો. અડોશ-પડોશના કામકાજ અંગે બહાર જવાનું બને. ખર્ચ થાય.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે.
ધન : ઈચ્છિત વ્યક્તિ સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સાનુકુળતા જણાય.
મકર : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકુળતા બાદ સાનુકુળતા મળી રહે. વધુ પડતી દોડધામ-શ્રમ-કામના તણાવના લીધે થાક અનુભવો.
કુંભ : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થાય. સીઝનલ-ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.
મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.








